કેવાયસી ન હોય તો પણ બેન્કો એકાઉન્ટ ફ્રીઝ ના કરી શકેઃ RBI
કેવાયસી ન હોય તો પણ બેન્કો એકાઉન્ટ ફ્રીઝ ના કરી શકેઃ RBI
Blog Article
ભારતીય રિઝર્વ બેન્કે નો યોર ક્લાયન્ટ કેવાયસી ન કરવામાં આવ્યું હોય તો પણ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ ન કરવા બેન્કોને તાકીદ કરી હતી. કેવાયસીમાં વિલંબ કે અધૂરા કેવાયસી પર એકાઉન્ટ ફ્રીઝ કે ડોરમેટ કરનારી બેન્કોની રિઝર્વ બેન્કે ટીકા કરતાં જણાવ્યું હતું કે બેન્કોની ભૂલનો ભોગ ગ્રાહકો બની રહ્યા રહ્યાં છે, તેથી બેન્કો કેવાયસીના દિશાનિર્દેશોનું ચુસ્તપણે અને સહાનુભૂતિ સાથે પાલન કરવા કરે અને તેનું પાલન ન કરવા બદલ કાર્યવાહી કરાશે.
આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથને ખાનગી બેન્કોના ડિરેક્ટર્સના સંમેલનમાં કહ્યું હતું કે, બેન્કો કેવાયસીના દિશા-નિર્દેશોનું પાલન પ્રમાણિકતા, પારદર્શિતા અને સહાનુભૂતિ સાથે કરે. બેન્કો કેવાયસીના અભાવે ગ્રાહકોના એકાઉન્ટને ડોરમેટ અથવા ફ્રીઝ કરી દે છે. જેનાથી સરકારી યોજનાઓના પૈસા ગ્રાહકો સુધી પહોંચી શકતા નથી. આ સિવાય અન્ય ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. બેન્કો એકાઉન્ટ ફ્રીઝ કરી શકે નહીં. કેવાયસીના નિયમોનું પાલન નહીં કરે તો આરબીઆઇ બૅન્કો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી શકે છે. ગ્રાહકો દ્વારા કેવાયસીને સમયાંતરે અપડેટ કરાવવામાં બૅન્કો ઢીલું વલણ દર્શાવે છે, જેના લીધે વિલંબ થાય છે.